Loading...

Laparoscopic Surgeries



What is laparoscopic surgery ?

Laparoscopy is an operation performed in the abdomen or pelvis using small incisions with the help of a camera. Laparoscopic surgery is also called Minimally Invasive Surgery (MIS) or Keyhole Surgery. Almost all types of open surgeries can be performed by laparoscopically. This is the era of laparoscopy as there are many advantages of it over open surgeries. Laparoscopy surgery requires telescope and other specialized instruments.



લેપ્રોસ્કોપી શું છે ?

જણાકારી : પેટ પર મોટા કાપ મૂકીને કરવામાં આવતા લગભગ બધા જ ( પેટનાં રોગો માટે ) પ્રકારના ઓપરેશનો લેપ્રોસ્કોપી દ્વારા થઈ શકે છે, જેમાં એક 10mm ( 1cm ) નો કાપ નાભીમાં મૂકી એમાંથી ટેલીસ્કોપ ( દૂરબીન ) પસાર કરી પેટનાં અવયવો તથા ખામીઓ જોવામાં આવે છે. આ દૂરબીન પાર લાઇટસોર્સ દ્વારા લાઇટ તથા એક કેમરો જોડવામાં આવે છે, જેને ટીવી સાથે જોડવામાં આવે છે. દર્દીનાં પેટના અવયવો કે રોગ ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. ઓપરેશન માટે પેઢાંની એક કે બન્ને તરફ 5mm નાં કપાઓ મુકવામાં આવે છે, જેમાંથી ખાસ પ્રકારના લેપ્રોસ્કોપીના સાધનો પસાર કરી દૂરબીન દ્વારા ટીવી પર જોઈને ઓપરેશન કરવામાં આવે છે તથા રોગ વાળો ભાગ ઓપરેશન પત્યા બાદ પેટમાંથી બહાર કાઢી લેવામાં આવે છે.


સામાન્ય ઓપરેશનોમાં નરી આંખે જે તકલીફ કે રોગ જેટલો મોટો દેખાય તેના કરતા લેપ્રોસ્કોપીના ઓપરેશનો ટીવી સ્ક્રીન પર જોઈને કરવામાં આવતા હોવાથી આ રોગ કે લોહીની નસ પંદર થી વીસ ગણી મોટી દેખાય છે. આમ, લેપ્રોસ્કોપીના ઓપરેશનો મેગ્નીફીકેશનનાં ફાયદાને લીધે વધુ ચોકસાઈ પૂર્વક કરી શકાય છે.


NOTE : આમ, Overall રીતે ઓપન અને લેપ્રોસ્કોપીક ઓપરેશનનો ખર્ચો લગભગ સરખો જ આવે છે.



Advantages of Laparoscopy over Open Surgery:

•  You have smaller scars.

•  You get out of the hospital quicker.

•  You'll feel less pain while the scars heal, and they heal quicker.

•  You get back to your normal activities sooner.

•  You may have less internal scarring.


લેપ્રોસ્કોપી ઓપરેશનના ફાયદા :



ઓપન ઓપરેશન:-


•  પેટ પર લાંબો, મોટો ચીરો આવે, જે સ્ત્રીઓમાં કોસ્મેટિક નથી.

•  ટાંકા વધારે આવે.

•  વધારે ટાંકાને કારણે દુખાવાનો કે ટાંકા પાકવાનો ભય રહે.

•  લાંબો સમય દાખલ રેહવું પડે

        - મોટા ઓપરેશનમાં સાત થી દસ દિવસ

        - નાના ઓપરેશનમાં ત્રણ થી પાંચ દિવસ

•  વધુ પ્રમાણમાં ઇંજેક્શનો, દવાઓ તથા સલાઈનના બાટલાની જરૂર પડે.

•  લોહીની જરૂર વધારે પડે છે.

•  આરામ વધારે કરવો પડે.

•  પેટ ખોલીને કરવામાં આવતા ઓપરેશનો બાદ દર્દીને વજન ઊંચઅકવાનાં       કે કોઈપણ પ્રકારનાં ભારે કામો 3 મહિના સુધી કરવાના નથી હોતા.

•  પેટ ખોલીને કરવામાં આવતા ઓપરેશનો બાદ પેટમાં ચોંટાણ થવાની       શક્યતા રહેલી છે.

•  Incisional Hernia ( ઓપરેશનના ચીરામાંથી થતું હર્નિયા ) થવાની       શક્યતા વધારે રહેલી છે.

•  ઓપરેશન ફક્ત સર્જન અને સહાયક જોઈ શકે છે.

•  વધુ પ્રમાણમાં ઇંજેક્શનો, દવાઓ તથા સલાઈનના બાટલાની જરૂર પડે.



લેપ્રોસ્કોપી ઓપરેશન :-


•  માત્ર એક કે અડધા સેન્ટિમીટરના ચીરા આવે જે સ્ત્રીઓમાં કોસ્મેટિક છે.

•   એક કે બે ટાંકામાં મોટું ઓપરેશન.

•  દુખાવાની તથા ટાંકા પાકવાની શક્યતા નહિવત્ છે.

•  ઘણો જ ઓછો સમય દાખલ રહેવું પડે

        - મોટા ઓપરેશનમાં બે થી ત્રણ દિવસ

        - નાના ઓપરેશનમાં પાંચ થી છ કલાક

•  ઇંજેક્શનો, દવાઓ તથા સલાઈનના બાટલાની જરૂરિયાત ઘણી જ ઓછી       પડે છે.

•  રજા આપ્યા પછી તરત જ ઘરનું હળવું કામ કરી શકાય.

•  લેપ્રોસ્કોપીનાં ઓપરેશનો બાદ દર્દી આ બધા કામો 7 થી 10 દિવસ બાદ        કરી શકે છે.

•  લેપ્રોસ્કોપીનાં ઓપરેશન બાદ ચોંટાણ થવાની શક્યતા નહિવત્ થઈ જાય       છે.

•  Incisional Hernia ( ઓપરેશનના ચીરામાંથી થતું હર્નિયા ) થવાની       શક્યતા નહિવત્ છે.

•  ઓપરેશન થીયેટરનો સંપૂર્ણ સ્ટાફ જોઈ શકે છે.



Conclusion

With Advances in medical science, Laparoscopy will dominate in surgical branch as there are many benefits over open surgery so Laparoscopic surgery, a modern surgical technique, has gained popularity over conventional abdominal surgery. These include reduced pain due to smaller incisions and minimal blood loss and shorter recovery time and many more.


Google Rating
5/5
70 Customer Reviews
Justdial Rating
5/9.4
700 Customer Reviews